માળીયા કંડલા નેશનલ હાઈવે પર ડમ્પર પાછળ ટેઇલર ઘુસી જતાં ડમ્પર ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ડમ્પર ચાલક વિરુદ્ધ માળીયા (મિં) પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ માળિયા કંડલા નેશનલ હાઈવે પર ગત તા.22 ના રોજ ડમ્પર નં.GJ17-UU-1154 ના ચાલકે રાત્રિના અંધારામાં સહેલાઇથી જોઈ ન શકાય તેમ ઉભુ રાખી ડમ્પરના પાછળના ઠાઠાના ભાગે કોઈ રેડિયમની નિશાનીઓ કે સહેલાઈથી અંધારામાં જોઈ શકાય તેવી પાર્કિંગ લાઇટો ન લગાવેલ હોવાથી ટેઇલર નં.GJ12-BX-3722 ના ચાલક નશીમઅહેમદ અશરૂદીનખાન પઠાણ (ઉ.વ.28)નું ટેઇલર ડમ્પરના પાછળના ભાગે અથડાયું હતું. જેથી ટેઇલર ચાલકને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી નશીમઅહેમદનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ડમ્પર ચાલક ત્યાંથી નાશી છુટ્યો હતો. આ અકસ્માત બનાવ અંગે ઇમ્તિયાઝઆલમ કજીમુદિનભાઈ શેખ (રહે.ગાધીધામ)એ માળિયા મિંયાણા પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી છે.