ડી.ડી.ઓ સાહેબ ની ઉપસ્થિતિ માં મેથ્સ અને સાયન્સ સમર કેમ્પ નું સમાપન કરવામાં આવ્યું.તારીખ 25 થી તારીખ 31 મે દરમિયાન એલ.ઈ કોલેજ મોરબી ખાતે ઈમ્પોર્ટન્સ ઓફ મેથ્સ એન્ડ સાયન્સ સમર કેમ્પ યોજાઈ ગયો આ સમર કેમ્પમાં ધોરણ 8 નો અભ્યાસ પૂર્ણ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ એ ભાગ લીધેલ. અહીં યોજાયેલ સમર કેમ્પમાં મેથ્સ અને સાયન્સ ની વિવિધ પ્રવૃત્તિઓ સાથે પર્સનાલિટી ડેવલપમેન્ટ ,લેંગ્વેજ સ્કીલ્સ વક્તૃત્વ સ્પર્ધા, ડ્રોઈંગ સ્પર્ધા નો પણ સમાવેશ કરેલ હતો
ગણિતમાં મોબીયસ બેન્ડ ની પ્રેક્ટીકલ પ્રવૃત્તિઓ, coalition graph, રૂબિક ક્યૂબ જેવી પ્રવૃત્તિઓ સમાવિષ્ટ હતી. વિદ્યાર્થીઓએ મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં જેને એપ્લાઇડ સાયન્સ કહી શકાય તેવી અલગ અલગ પ્રકારની મશીનરીઓ, વિમાન એન્જિન, ટર્બાઇન જેવી અનેક વસ્તુઓનું પ્રત્યક્ષીકરણ કરેલ હતું. તેમજ ફિઝિક્સ લેબમાં વિદ્યાર્થીઓને પ્રયોગો નું નિદર્શન કરાવવામાં આવેલ હતું. આ ઉપરાંત રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી કમલેશભાઈ દલસાણીયા દ્વારા તર્કશક્તિને વિકસાવે તેવા કોયડાઓ ઉખાણાઓ તેમજ વિજ્ઞાનમાં રસ પડે તેવી રસપ્રચુર વાતો દ્વારા વિદ્યાર્થીઓને એક અવિસ્મરણીય અનુભવ કરાવ્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વૈજ્ઞાનિકો તેમજ ગણિત વિષય પર વક્તવ્યો રજૂ કરવામાં આવેલ .કેમ્પના અંતિમ દિવસે જેમના પ્રેરણાત્મક માર્ગદર્શન અંતર્ગત આ સમર કેમ્પનું આયોજન થયું હતું તેવા માનનીય જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને જીવન માં સાયન્સ અને મેથ્સ નું મહત્વ, વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ ખીલવવા માટે “આવું શા માટે? ” “આવું કેમ ?” જેવી જિજ્ઞાસા વૃત્તિ ખીલવવા પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. તેમજ IIT અને IISE જેવી સંસ્થાઓ ની વાત કરી હતી. આ પ્રસંગે સાહેબે ,કોલેજ ના પ્રિન્સીપાલ શ્રી સુથાર સાહેબ, તથા કેમ્પ ના કો.ઓર્ડીનેટર બાંટવા સર, જોગી સર, દવે સર નો આભાર વ્યક્ત કરેલ. તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નમ્રતા મેડમ તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રી ગરચર સાહેબ, બીઆરસી કો.ઓર્ડીનેટર ચિરાગભાઈ આદ્રોજા, મહેન્દ્રભાઈ રાઠોડ તેમજ સી.આર.સી કો-ઓર્ડીનેટર ભરતભાઈ મોઢવાડિયા તેમજ ટીમને ઉત્તમ આયોજન બદલ અભિનંદન આપ્યા હતા.

