Wednesday, April 23, 2025

મધ્ય રાત્રિએ પણ દર્દીને ઇમરજન્સી રક્ત પુરૂ પાડતું યુવા આર્મી ગ્રુપ

Advertisement
Advertisement
Advertisement

મોરબીની યુવા આર્મી ગ્રુપ એટલે કે ઇમરજન્સી મોરબીમાં ૨૪ કલાક લોહીની જરૂરીયાત પુરૂ પાડતું ગ્રુપે વધુ એક દર્દીને મધ્યરાત્રિએ પણ રક્તની તાત્કાલિક જરૂરીયાત પુરી પાડી માનવતા મહેકાવી છે. યુવા આર્મી દ્વારા ગત રાત્રે રેર બ્લડ ગ્રુપની શ્રેણીમાનુ એક એવું “બી નેગેટિવ” બ્લડ ની તાત્કાલિક જરૂરીયાત પુરી કરવા‌મા આવી ગત રાત્રે મોરબીમાં વસતા જયાબેન જાદવને માથાની નસ ફાટી જતા તાત્કાલિક સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ‌તપાસ દરમિયાન ઓપરેશનની જરૂરીયાત જણાય હતી અને આ ઓપરેશન માટે “બી નેગેટિવ” બ્લડની ઈમરજન્સી જરૂરીયાત ઉભી થય હતી

પરંતુ નેગેટિવ બ્લડ ગ્રુપ બો ઓછા લોકોને હોય છે તેમાં ‌પણ “બી નેગેટિવ” બ્લડ ગ્રુપ માત્ર ‌2 ટકા લોકોને ‌જ હોય છે માટે જે બ્લડ ‌ગ્રુપ દિવસમા‌ં પણ ‌સહેલાઈ થી ન મળે એ રાત્રે તો મળવું અશક્ય થય જતુ હોય છે ‌‌જેના કારણે દર્દી‌ તથા પરિવારજનો કપરી પરિસ્થિતિમાં મુકાઈ જાય છે. આવી ‌મુશ્કેલીમાં કોઈ જાગૃત નાગરિક દ્વારા દર્દીના પરીજનોને યુવા આર્મી ગ્રુપના‌ હેલ્પલાઇન 93493 93693 પર સંપર્ક કરાવી સમગ્ર માહિતી જણાવી હતી.

જેથી ગ્રુપના મેન્ટોર પિયુષભાઈ બોપલીયા દ્વારા તાત્કાલિક‌ સંસ્કાર બ્લડ બેંકમા‌ સંપર્ક કરી‌ 1 બોટલ બ્લડની તાત્કાલિક વ્યવસ્થા ત્યાં જ કરી આપવામાં આવી હતી તથા અન્ય 2 બોટલ યુવા આર્મી  ગ્રુપના “બી નેગેટિવ” ના સભ્ય‌ આદર્શભાઈ દંગી તથા‌ નિર્ભયભાઈ મેદપરા દ્વારા રાત્રે જ બ્લડ બેંક પર પહોંચી બ્લડ ‌ની ઈમરજન્સી ‌જરૂરિયાત‌ને પુરી પાડવામાં આવી હતી. જે‌ બદલ દર્દીના‌ પરીજન દ્વારા આદર્શભાઈ તથા‌ નિર્ભયભાઈની આ‌ અમુલ્ય સેવાની પ્રશંસા કરી તેમજ આવી કપરી સ્થિતિમાં તેમની સાથે ઉભા રહેવા બદલ પિયુષભાઈ બોપલીયા તથા સંસ્કાર બ્લડ બેંકનો આભાર વ્યકત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,224

TRENDING NOW