મોરબી તાલુકાના મકનસર ગામે યુવકને કુદરતી હાજતે જવા માટે આ બાજુ ન આવવાનું કહી ચાર શખ્સોએ મારમારી છરી અને વડે હુમલો કરી જાનથી મારી નખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા મકનસર ગામે રહેતા કુંવરજીભાઇ બચુભાઇ પરમાર ( ઉ.વ.૨૯) એ છગનભાઈ ઉર્ફે સુનિલ જેસીંગભાઇ પરમાર, કિશોર બાબુભાઇ ગોહેલ, આનંદ બાબુભાઇ ગોહેલ, સંજયભાઈ ઉર્ફે લાલો પરશોતમભાઈ પરમાર સહિતના આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી છે કે ગત તા .૬ ના રોજ રાત્રીના આશરે આઠેકા વાગ્યાના સુમારે મકનસર ગામેં પાણીના ટાંકા પાસેથી તેઓ પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન એક આરોપીએ ફરિયાદીને અટકાવી આ બાજુ કુદરતી હાજતે જવા નહી આવવાનું તેમ કહી ગાળો આપી હતી જેથી ફરીયાદીએ ગાળો આપવાની ના પાડતા આરોપીઓએ ઉશ્કેરાઇ જઇ તમામે એક સંપ થઈ કુંવરજીભાઈને ઢીકા પાટુનો મુંઢ માર મારી ફરીયાદીને માથાના ભાગે છરી વડે હુમલો કર્યો હતો. આ ઉપરાંત પથ્થરના ઘા ઝીંકી મારી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.