Tuesday, April 22, 2025

ભાદર, ન્યારી-૨, કરમાળ ડેમના ખોલેલા દરવાજામાં ઘટાડો કરાયો ….

Advertisement
Advertisement
Advertisement

ભાદર, ન્યારી-૨, કરમાળ ડેમના ખોલેલા દરવાજામાં ઘટાડો કરાયો ….

સૌરાષ્ટ્ર તેમજ રાજકોટમાં વરસાદ ઘટતા,વિવિધ ડેમોના ખોલાયેલા દરવાજા આંશિક બંધ અથવા તો તેને ઘટાડવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં ત્રણ ડેમ ભાદર,ન્યારી-૨ તથા કરમાળ ડેમના દરવાજામાં ઘટાડો કરવામાં આવ્યો છે.આ સાથે સંબંધિત ગામો માટે ચેતવણી સંદેશ જારી કરવામાં આવ્યો છે.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકા પાસે આવેલા ભાદર ડેમના ત્રણ દરવાજા અગાઉ ૧.૮૨ મીટર ખોલેલા હતા. તેમાં આજે ઘટાડો કરીને હવે ત્રણ દરવાજા ૧.૨ મીટર કરવામાં આવ્યા છે. જળાશયનું હાલનું સ્તર ૧૦૭.૮૯ મીટર છે. ડેમનો ઈનફ્લો તથા આઉટ ફ્લો ૪૭૭૯ ક્યુસેક છે.

આ સાથે રાજકોટના ધોરાજીના ભુખી ઉપરાંત ઉમરકોટ,વેગડી ગોંડલ, ભંડારીયા,ખંભાલીડા,મસીતાળા, નવાગામ,નીલાખા,જામ કંડોરણા, ઈશ્વરીયા, તરવડા ,જેતપુર,દેરડી, જેતપુર,કેરાળી,ખીરસરા,લુણાગરા, લુણાગરી,મોણપર,નવાગઢ, પાંચપીપળા,રબારિકા,સરધારપુર, વડાસડા ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરાયા છે.

 

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં આવેલા ન્યારી-૨ ડેમના બે દરવાજા અગાઉ ૦.૧૫ મીટર ખુલ્લા હતા.તેમાં ઘટાડો કરીને એક દરવાજો ૦.૧૫ મીટર કરવામાં આવ્યો છે.જળાશયનું હાલનું સ્તર ૮૮.૫ મીટર છે.ઇનફ્લો તથા આઉટ ૩૮૮ ક્યુસેક છે.આ સાથે પડધરી તાલુકાના ગોવિંદપર ઉપરાંત ખામલા સિંચાઈ વિસ્તાર,રામપર, તરઘડી,વણપરી ગામ માટે ખાસ ચેતવણી સંદેશ જારી કરાયા છે.

કોટડાસાંગાણી તાલુકાના કરમાળ ડેમનો એક દરવાજો અગાઉ ૦.૩ મીટર ખુલ્લો હતો.તેમાં ઘટાડો કરીને એક દરવાજો ૦.૨૨ મીટર કરવામાં આવ્યો છે.ડેમમાં જળનું સ્તર ૧૬૯ મીટર છે.ઈનફ્લો તથા આઉટ ફ્લો ૫૮૨ ક્યુસેક છે.આ સાથે કોટડાસાંગાણી તાલુકાના બગદડીયા ઉપરાંત કરમાળ કોટડા સ્કીમ, પીપળીયા, વાદીપરા, દેતાડીયા ગામ માટે ચેતવણી સંદેશ જારી કરાયા છે.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW