મોરબીના ભડીયાદ ગામે આવેલ કારખાના નજીકથી બેભાન થયેલા શ્રમિકનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ભડીયાદ ગામે આવેલ રોબ સેનેટરીવેર કારખાના પાસે કુલદીપસિંગ જરનેલસિંગ ગોપારાય (ઉ.વ.૫૨, રહે.ગામ બટાલા, તા.જી. ગૂરૂદાસપૂર, પંજાબ) નામનો શ્રમિક બેભાન થઈ જતા સારવાર માટે મોરબી સિવિલમાં ખસેડવામાં આવેલ જ્યાં ફરજ ઉપરના તબીબે તપાસી શ્રમિકને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ આગળની તપાસ હાથ ધરી છે.