મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં ઈંગ્લીશ દારૂની ૨ બોટલ સાથે એક ઈસમને મોરબી તાલુકા પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ મોરબીના બેલા ગામની સીમમાં સી.એન.જી. પંપની સામે આરોપી કાસીમભાઈ ઇબ્રાહિમભાઈ શાહમદાર (રહે. લીલાપર રોડ, મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાર્ટરમાં બ્લોક નં-૧૫. મોરબી) નેં પોતાના સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ નં- GJ-36-AA-6368 (કીં.રૂ. ૧૦,૦૦૦) વાળામાં ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ સાથે (કીં.રૂ. ૭૫૦) મળી કુલ કિં.રૂ. ૧૦,૭૫૦ નાં મુદામાલ સાથે પોલીસે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.