મોરબીના બાયપાસ રોડ પર આવેલ કામધેનુ પાર્ટી પ્લોટ નજીક ત્રણ શખ્સોએ યુવકને જૂની અદાલતમાં માર માર્યો હોવાની ફરિયાદ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે નોંધાવવામાં આવે છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના લાયસન્સનગરમા રહેતા અમિતભાઈ દિલીપભાઈ સારડા (ઉ.વ.૨૦) એ આરોપી રૂદ્રસિંહ દરબાર તથા વીરૂ દરબાર રહે બંને લાયન્સનગર વી.સી.પરા મોરબી અને સુદો પટેલ રહે. રણછોડનગર મોરબી વાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૯-૦૫-૨૦૨૪ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ત્રણે આરોપીઓને ફરીયાદિ સાથે અગાઉની જુની અદાવત રાખીને આરોપી રૂદ્રસિંહ એ ફરીયાદિને ગાળો આપી ઢીકા પાટુનો માર મારેલ હતો તથા આરોપી સુદાએ પણ ફરીયાદિને શરીરે ઢીકા પાટુનો માર મારેલ અને આરોપી વીરૂ પાસે પાઇપ હોય જે એક દમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદના માથાના ભાગે પાઇપ મારતા ફરીયાદિને માથાના ભાગે ઇજા થતા માથામાં બે ટાંકા આવેલ હતા તથા શરીરે મુંઢ ઇજા કરી હતી જેથી ભોગ બનનાર અમિતભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૩૨૩,૫૦૪, ૧૧૪ તથા જી.પી. એક્ટ કલમ -૧૩૫ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
