પાટીદાર યુવા અગ્રણી સ્વ.અંકિત ઘાડીયા ની પ્રથમ માસિક પુણ્યતિથિ એ મહા રક્તદાન કેમ્પ યોજાયો
ખોડલધામ ના ચેરમેન નરેશ પટેલ, ધારાસભ્ય રમેશ ટીલાળા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, કૂર્મી સેના અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા, જેનીબેન ઠુમ્મર સહિત ના મહાનુભાવો ની ઉપસ્થિતિ
250 થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.
રાજકોટ તા.31 : પાટીદાર સમાજ નાં યુવા અગ્રણી અને સેવાભાવી યુવાન
સ્વ: અંકિતભાઈ નારણભાઈ ઘાડિયા ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે એમના મિત્ર મંડળ દ્વારા આયોજિત મહા રક્તદાન કેમ્પમાં સામાજિક,રાજકીય ,ઉદ્યોગપતિઓ સહિત નામી અનામી અનેક વ્યક્તિઓ એ ઉપસ્થિત રહી રક્ત દાન કર્યું હતું. આ તકે પાટીદાર સમાજ ના યુવાનો અને વડીલો દ્વારા બોહળી સંખ્યામાં રક્તદાન કરી કુલ 250 બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. આ તકે ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ ,ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના નાં રાષ્ટ્રીય અધ્યક્ષ જિગ્નેશ કાલાવડિયા, કોંગ્રેસ ના કાર્યકારી અધ્યક્ષ સંજય અજુડિયા, વોર્ડ પ્રમુખ કેતન તાળા, કોંગ્રેસ પ્રદેશ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર ,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી ,પૂર્વ મેયર રાજકોટ પ્રદીપભાઈ ડવ ,શાસક પક્ષના પૂર્વ નેતા વિનુભાઈ ધંવા,અગ્રણી ઉદ્યોગપતિ ચુનીભાઇ હાપાણી, અશોકભાઈ દલસાણીયા,જે.પી. મારવીયા ,સંજયભાઈ પાદરીયા , વિજયભાઈ શિયાણી, હરેશભાઈ બુસા,નયનાબા જાડેજા ,મોહનભાઈ દાફડા ,મુકેશભાઈ કમાણી ,પારસ ભાઈ સોજીત્રા,તેમજ યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના સભ્યો , આંતરરાષ્ટ્રીય કૂર્મી સેનાના યુવા કાર્યકર્તાઓ અને આગેવાનો,એસપીજી ગ્રુપ નાં અગ્રણીઓ સહિત સૌ હાજર રહ્યા હતા .આમ સામાજિક ક્ષેત્રે સ્વ.અંકિતભાઈ. ઘાડીયા ના મિત્ર મંડળ દ્વારા બોહળી સંખ્યામાં બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું .બ્લડ ડોનેટ કરનાર તમામ લોકોનો મિત્ર મંડળ દ્વારા ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.