હળવદનાં પાંડાતિરથ ગામે ઝેરી દવા પી લેતા યુવતીનુ મોત નિપજ્યું હોવાનું હળવદ પોલીસ મથકેથી જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદનાં પાંડાતિરથ ગામે રહેતા ૩૨ વર્ષીય સમીબેન વસીમભાઈ રોવંગીયા પોતે પોતાની વાડીએ કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હળવદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેઓનું મોત નિપજ્યું છે. આ બનાવ અંગે હળવદ પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.