💐દાતાશ્રીને અભિનંદન💐
देश हमे देता है सबकुछ।
हम भी तो कुछ देना शिखे।।
ઉક્ત પંક્તિઓને સાર્થક કરતા મહાદેવબાપા..👏
વિવિધ જગ્યાએ ધાર્મિક કાર્ય હોય,સામાજિક કાર્ય હોય ,આરોગ્ય લક્ષી બાબત હોય કે શિક્ષણ હોય સર્વત્ર કંઈક ને કંઇક આપવાની ભાવના ધરાવતા મહાદેવભાઈ ખીમજીભાઈ ચનીયારા મૂળ ગામ માણેકવાડા હાલ.મોરબી
દાન ઘણા લોકો કરેછે પણ યોગ્ય જગ્યાએ આપેલ દાન નું અનેરૂ મહત્વ છે.
ભગવાન નું બીજું સ્વરૂપ એટલે બાળકો એવા બાળકોને ટેકનોલોજી સાથે શિક્ષણ મળી રહે તેવા ઉમદા હેતુથી પરીવારજનોની સ્મૃતિમાં શાળાને અનોખી ભેટ અર્પણ કરી છે.
મહાદેવભાઈના પત્ની સ્વ.મંજુલાબેનની સ્મૃતિ નિમિતે પ્રાર્થનખંડ માટે BPL કમ્પનીનું 50 ઇંચ ડિસ્પ્લે ધરાવતું સ્વદેશી કમ્પનીનું સ્માર્ટ ટીવી તા.12/2/2022 ના રોજ અર્પણ કરેલ.
મહાદેવભાઈના પુત્ર સ્વ. અમરીષભાઈનું અકાળે અવસાન થતાં તેમની સ્મૃતિમાં પ્રથમ માળ માટે ઉચ્ચતર પ્રાથમિકમાં અભ્યાસ કરતા બાળકોને અભ્યાસમાં ઉપયોગી બને તે માટે અન્ય એક વધારાનું 32 ઇંચ નું સ્માર્ટ ટીવી તથા બે પોર્ટેબલ સ્પીકર અને પેનડ્રાઈવ તા.19/2/2022ના રોજ ભેટ આપીને એક અનોખી મિસાલ રજૂ કરી છે..
ધન્ય છે દાતાશ્રી ની દિલેરી
શ્રી માણેકવાડા પ્રાથમિક શાળા પરીવાર અને ગ્રામજનો દાતાશ્રી નો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
