મોરબીના પંચાસર રોડ પર બનતી નીલકંઠ એપાર્ટમેન્ટમાં કામ કરતી વેળાએ પાંચમા માળેથી પડી જતા યુવાનનું મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પુસ્કરધામ સોસાયટીમાં રહેતા ૧૮ વર્ષીય અર્જુનરામ લુણારામ જોરટ ગઈ કાલના રોજ પંચાસર રોડ પર બનતી નવી નીલકંઠ એપાર્ટમેન્ટમાં પાણી પાતા વેળાએ પરથી પાંચમા માળેથી નીચે પટકાતાં માથાના ભાગે તથા શરીરે ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. આ બનાવ અંગે અકસ્માતે મોત નોંધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.