Thursday, April 24, 2025

નારણકા ગામના શિક્ષિકાએ જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરી

Advertisement
Advertisement
Advertisement

મોરબી તાલુકાના નારાણકા ગામના અને માળિયા (મિં) ખાતે શિક્ષિકાની ફરજ બજાવતા જસવંતીબેન બોખાણીના આજે જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી. બાળકોને શિક્ષણ આપવાની સાથે વૃદ્ધો પ્રત્યે પણ દાખવી દાખવી માળિયામાં આવેલ સંગાથ વૃદ્ધાશ્રમમાં જન્મદિવસ ઉજવ્યો હતો

નારણકા ગામના શિક્ષિકા જસવંતીબેન બોખાણીએ તેમના પરિવાર સાથે માળીયામાં આવેલા સંગાથ વૃદ્ધાશ્રમમાં તેમના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી. તેમણે તેમના જન્મદિવસ નિમિતે વૃદ્ધાશ્રમના તમામ વૃદ્ધોને ગરમ શાલ, મોજા, વેશલીન અને શિયાળાની સિઝનને લગતી તમામ જરૂરિયાતનો સમાન આપેલ હતો. આ ઉપરાંત, વૃદ્ધાશ્રમના સ્ટાફની સાથે હાજર રહી વૃદ્ધોની સેવામાં પોતાની જાતને અર્પણ કરી હતી. તેમજ સંગાથ વૃદ્ધાશ્રમના વૃદ્ધો પ્રત્યે લાગણી બતાવી સ્ટાફને પ્રોત્સાહિત કરી વૃદ્ધોના આશીર્વાદ મેળવ્યા હતા. જે બદલ સંગાથ વૃદ્ધાશ્રમનો સ્ટાફ પ્રવીણભાઈ, આશાબેન, સંદીપભાઈ, સોનલબેન તથા ટ્રસ્ટીઓ દ્વારા દાતા જસવંતીબેનનો ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,272

TRENDING NOW