Tuesday, April 22, 2025

નાની વાવડી ગામ ખાતે બપોરે જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના નાની વાવડી ગામ ખાતે બપોરના સમયે પીપળના ઝાડ નીચે જાહેરમાં જુગાર રમતા બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે જયશક્તિ સોસાયટીમાં જાહેર રોડ ઉપર પીપળના ઝાડ નીચે જુગાર રમતા બે ઈસમો પ્રવિણભાઇ પ્રેમજીભાઈ વસીયાણી (ઉ.વ.૫૮) તથા મંગલગીરી પરષોત્તમગીરી ગોસ્વામી (ઉ.વ.૬૩) રહે. બંને નાની વાવડી શક્તિ સોસાયટી તા.જી. મોરબીવાળાને રોકડ રકમ રૂ.૧૧૬૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,204

TRENDING NOW