Tuesday, April 22, 2025

દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં ભૂમાફીયાઓ દ્વારા બિનખેતી કોમન પ્લોટ માં કરાયેલ દબાણ અંગે કાર્યવાહી કરી

Advertisement
Advertisement
Advertisement

દ્વારકા નગરપાલિકા વિસ્તારમાં ભુમાફિયાઓ દ્વારા બિનખેતી કોમનપ્લોટ વિસ્તારમાં લાખો રૂપિયાની જમીનોના દબાણ અંગે કરાતી ફરિયાદમાં ચિફ ઓફિસર દ્વારા જમીન દબાણ અંગે ધોરણસર કાર્યવાહી કરી ફોજદારી ફરિયાદ કરશે કે કેમ?

જાણવા મળતી વિગત અનુસાર દ્વારકા રે.સ.ન.658 તથા 14/2 પૈકી બિનખેતી વાળી જમીન જગ્યાના કોમનપ્લોટમા હાલ દબાણ કરતા અજાણ્યા ઈસમો દ્વારા જમીન દબાણ થઈ રહેલ હોય અને એ જગ્યા પર દ્વારકા નગરપાલિકા દ્વારા સ્પષ્ટ જાહેર નોટિસ દ્વારા લેખિત બોર્ડ પર લખાણ કરેલ છે કે,

આથી સર્વે લાગતા વળગતા ઓને જણાવવાનું કે દ્વારકા શહેર ના રેસ.નં.૬૫૮ તથા ૧૪/૨ પૈકી બીનખેતી વાળી જગ્યા ના કોમન પ્લોટ નગર પાલિકા ની માલીકીના હોય, આ જગ્યા માં કોઈ વ્યક્તિ/ઇસમો એ કોઈપણ પ્રકારનું દબાણ કરવાની પ્રવૃતિ કરવી નહી. અન્યથા તેમની સામે નગર પાલિકા દ્વારા ફોજદારી રાહે કાર્યવાહી કરવામાં આવશે. જેની નોંધ લેવી.હુકમ થી – દ્વારકા નગર પાલિકા આમ આવી દ્વારકા નગરપાલિકા દ્વારા જાહેર નોટિસ મુકવા છતાં પણ ભુમાફિયા આ નોટીસ કાયદાની અવગણના કરતા હોય જેથી એક જાગૃત નાગરિક દ્વારા આ અંગે લેખિત ઈમેલ દ્વારા દ્વારકા નગરપાલિકા ચીફ ઓફિસર અને દેવભુમી દ્વારકા જીલ્લાના કલેકટર સાહેબને ફરિયાદ કરેલ છે તો શું આ અંગે દ્વારકા નગરપાલિકાના ચીફ ઓફિસર દબાણ દુર કરાવી અને જાહેર નોટિસના લખાણ મુજબ ફોજદારી ફરિયાદ કરશે કે પછી આ ભુમાફિયા સાથે રૂપિયા રૂપી સેટિંગ કરશે કે કેમ? વેગેરે જેવા પ્રશ્નો આ ફરિયાદ સાથે સંકળાયેલા છે.

Related Articles

Total Website visit

1,502,185

TRENDING NOW