દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં આમ આદમી પાર્ટીની મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મીટીંગ યોજવામાં આવી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામ ખંભાળિયા ખાતે મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત આમ આદમી પાર્ટી દ્વારા કાર્યકર્તાઓની મિટિંગ યોજવામાં આવી હતી, આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયા, સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠીયા તેમજ પ્રદેશના નેતાઓ હાજર રહ્યા હતા, આગામી આવનારી ચૂંટણી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બાબત વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી તેમજ સંગઠનના વ્યાપ વધારવા માટે ખાસ જોર મૂકવામાં આવ્યો હતો આ તકે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા, આ કાર્યક્રમમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંગઠનના દરેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા