દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં અગત્યના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી..
દેવભૂમિ દ્વારકા જિલ્લા સંગઠન દ્વારા સંગઠનના વ્યાપ વધારવા માટે સંગઠનના દરેક કાર્યકર્તાઓ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને સંગઠનને મજબૂત બનાવી રહ્યા હોય ત્યારે આમ આદમી પાર્ટી ના પ્રદેશના નેતા સુરેશભાઈ મકવાણા નું અવસાન થતા તે પદ તેમના ભાઈ *વિનોદભાઈ મકવાણા* ને પ્રદેશ એસ.સી. સેલમાં નિમણૂક કરવામાં આવી, તેમજ દ્વારકા શહેર મહિલા પ્રમુખ તરીકે *વીરાબેન રોસીયા*, ખંભાળીયા શહેર એસ.સી.સેલ ઉ.પ્રમુખ તરીકે *વિરજીભાઈ મકવાણા*, ખંભાળિયા તાલુકા એસ .સી. સેલ ઉ. પ્રમુખતરીકે *ગિરધરભાઈ મકવાણા*, ખંભાળિયા તાલુકા મંત્રી તરીકે *ગિરધરભાઈ મુછડીયા*,
ભાણવડ શહેર એસ.સી.સેલ ઉ.પ્રમુખ તરીકે *વિનુભાઈ જોડ*, તેમજ જામખંભાળિયા ના મહિલા આગેવાન *ચાકી અજીજાબેન દાઉદભાઈ* ને ખંભાળિયા શહેર મહિલા ઉ.પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે, આ તકે આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા તેમજ જિલ્લા શહેર અને તાલુકા ના હોદ્દેદારો હાજર રહીને તમામ નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ સમાજના આગેવાનોએ ખાસ હાજરી આપી હતી અને હોદ્દેદારોને શુભકામનાઓ પાઠવી હતી..
વિનોદભાઈ મકવાણા