મોરબી: દિલ્હીના કેંટ વિધાનસભાના નાંગલ ગામની ૯ વર્ષની વાલ્મીકિ સમાજની નાનકડી ગુડીયા પર દુષ્કર્મ આચરી નરાધમોએ બાલિકાને જીવતી સળગાવી નાખી સૃષ્ટિ વિરૂદ્ધનું કાર્ય કર્યું છે. આવી પ્રબળતા પૂર્ણઘટનાને અંજામ આપનાર ગુનેગારોને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેઓને ફાંસીના માચડે લટકાવવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત પ્રદેશ ભાજપ સફાઈ કામદાર સેલ તેમજ મોરબી જિલ્લા મહા દલિત વાલ્મિકી સમાજ દ્વારા કલેકટર મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
તેમણે આવેદનપત્રમાં જણાવ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આપની સરકાર માં વારંવાર દલિતો અને વાલ્મિકી સમાજ પરના અત્યાચારોની ઘટનાઓ બની રહી છે. તો કેજરીવાલની સરકાર ને તાત્કાલિક અસરથી બરખાસ્ત કરવામાં આવે અને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તેમજ નાબાલીક દીકરી ઉપર દુષ્કર્મ આચરનાર ને કડકમાં કડક સજા આપવામાં આવે અને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને આ નરાધમો ને બચાવવા માટે ભીનુ સંકેલવા ની કોશિશ થશે તો જલદમાં જલદ કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.
