માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીની સૂચના અન્વયે દરેક સરકારી પ્રાથમિક શાળાઓમાં પ્રાર્થના સભામાં એકસરખા પોઝિટિવ ન્યુઝનું વાંચન થાય તે માટે દરરોજ બીઆરસી કો ઓ મારફતે દરેક શાળામાં પોઝિટિવ ન્યુઝ ગુજરાતીમા અને અંગ્રેજીમા મોકલવાના રહેશે. જેમાં જનરલ નોલેજ સ્પોર્ટ્સ, પર્યાવરણ આ પ્રકારના ન્યુઝ ત્યાર કરી દર બીઆરસી કો ઓ એ સીઆરસી કો ઓ મારફતે દરેક શાળામાં ન્યુઝ મોકલવાના રહેશે. અને તેનું વાંચન શાળામાં પ્રાર્થના સભામાં કરવાનું રહેશે. જેનું આયોજન નીચે મુજબ રહેશે.
1. મોરબી સોમવાર
2. માળીયા મંગળવાર
3. ટંકારા બુધવાર
4. વાંકાનેર ગુરુવાર
5. હળવદ શુક્રવાર
શનિવારે શાળાએ સ્થાનિક સમાચાર રજૂ કરવાના રહેશે. વિદ્યાર્થીઓ સમાચાર રજૂ કરતા હોય તેવા વિડીયો અને ફોટોગ્રાફ મોકલવાના રહેશે. જે વિદ્યાર્થી સમાચાર રજૂ કરે તે અલગ ડ્રેસકોડ પહેરે તેવી સૂચના આપવાની રહેશે. આ નવતર પ્રયોગની તાલુકા લેવલના મીડિયામા પ્રેસનોટ આપવાની રહેશે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી