Thursday, April 24, 2025

 “થપ્પો દા-સફર આપણા બાળપણની” બુકનું વિમોચન કરાયું

Advertisement
Advertisement
Advertisement

સંકલનકર્તા ભાવિશાબેન તલસાણીયા દ્વારા લખાયેલા પુસ્તકનું રાજકોટના આર જે આકાશ, આર જે જય, યુવા કોમેડિયન જય છનીયારા તથા વર્ગ ૨ અધિકારી અને સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક એવા દર્શિત ગોસ્વામી દ્વારા વિમોચન કરાયું

મોરબી: થપ્પો દા શબ્દ સાંભળીને જ આપણને આપણું બાળપણ યાદ આવી જાય છે આવી જ એક બુક પ્રકાશિત થઈ ચુકી છે. જેનું નામ છે “થપ્પો દા – સફર આપણા બાળપણની” જેના સંકલન કર્તા ભાવિશા તલસાણીયા, તેમજ થપ્પો દા બુકનું કવર પેજ તથા બુકની આંતરિક ડિઝાઇન જયદીપ પંડયાએ કરેલ છે. જેમાં ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્ર સહિતના ૪૦ સહ-લેખકોએ પોતાના બાળપણની યાદોને કવિતા, વાર્તા અને શાયરી દ્રારા રજુ કરેલ છે.

જેમના નામ જયદીપ પંડયા, દેવસ્ય તલસાણીયા(માત્ર ૧૨ વર્ષની ઉમર), યજ્ઞેશ ખંડાલ, કિંજલ દવે, હેત્વી પટેલ, જલ્પા ભંડેરી, જલ્પા પારધી, દિવ્યા પાટડિયા, આસ્થા ભાલોડિયા, બંસરી દંગી, કોમલ પોશિયા, રચના શાહ, જગદીશ જેપૂ, સાગર સૈયા, ધર્મેન્દ્રસિંહ બારીઆ, મીના રાવલાની, વિરાજસિંહ નકુમ, પ્રકાશ સોલંકી, નમન ચુડાસમા, વિધિ કાનાબાર સોનૈયા, વિધિ પદ્ માણી, રવિન સંચાણિયા, પ્રિયા પંડયા, હિરલ પટેલ, દર્શના જેઠવા, જલદીપ પંચાલ, હેમાદ્રી પુરોહિત, ધ્રુવી ઉમરાળીયા, કામ્યા ગોપલાણી, નિર્મલ આહીર, અંકિતા ગલચર, ધારા આહીર, પૂજા વ્યાસ(ભટ્ટ), હાર્દિક દૈયા, વિજય તલસાણીયા, મોહિલ મોરધ્રા, માનસી જોષી , રાધિકા અજાણી, હેનસી ઇડા, નંદિની ભીંડોરા છે.

આ પુસ્તકનું વિમોચન કોમેડિયન જય છનિયારા,આર જે આકાશ, આર જે જય તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક અને વર્ગ ૨ અધિકારી એવા દર્શિત ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે. સાથોસાથ ભૌતિક ભાઈ ઠક્કર(મેથ્સ ગુરુ), જગત દાન ગઢવી ભાઈ, મનસુખ સાબળિયા, મોહેન્દ્રસિંહ વર્મા, હર્ષિલ સોની, અશ્વિન સરવૈયા, પી. આનંદ તેમજ હેમાંગીની ગોર દ્વારા આ બુક ની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ છે. આ બુક એમેઝોન, ગૂગલ પ્લે બૂક્સ, ફ્લિપકાર્ટ અને એમેઝોન કિન્ડલમાં તમને બધાને મળી રહેશે. થપ્પો દા બુક વાંચીને તમે બધા પણ તમારા બાળપણની યાદોના સફરને તાજું કરો તેમ યાદીમાં જણાવાયું હતું.

તેમજ અમારી સાથે તમારી બુક લખવા ઇન્સ્ટાગ્રામમાં સંપર્ક કરો @bhavishagajjar216 અને @jp.means.just.perfect તમારી લખેલી શાયરી, વાર્તાઓ, વગેરે અમને ઇન્સ્ટાગ્રામ આઈ ડી @write_your_words_with_usમાં મોકલો. પુસ્તકની વધુ માહિતી માટે મો.72020 48484 પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું હતું.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW