વાંકાનેર તાલુકાના તીથવા ગામે શ્રાવણીયો જુગાર રમતા ચાર પતાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના તીથવા ગામે શ્રાવણીયો જુગાર રમતા આરોપીઓ મનોજભાઇ ઉર્ફે મુન્નો લખમણભાઇ સીતાપરા,રામાભાઇ સામતભાઇ ફાંગલીયા જાતે ભરવાડ, મુકેશભાઇ ગેલાભાઇ ફાંગલીયા, રહીમશા ફરીદશા સાહમદા (રહે.તીથવાધાર તા.વાંકાનેર) ને વાંકાનેર સીટી પોલીસે રેઇડ દરમ્યાન રોકડ રકમ રૂ. ૧૪,૫૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે. આરોપી વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.