મોરબી: લાલપર રોડ પર આવેલ જય ભારત કારખાના નજીક તારો ભાઈ કેમ મારી છોકરી ભાગી ગઈ તેમ સંભળાવે છે તેમ કહી યુવાનનેં ત્રણ શખ્સોએ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી. જ્યારે છોકરી આશરે દશક મહીના પહેલા કોઈ સાથે ભાગી ગયેલ હોય જે બાબતે વારંવાર મહેણાંટોણા મારતાં તેમ બોલવની નાં પાડતા ચાર શખ્સોએ આધેડને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી. બંને પક્ષોએ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે સામ સામે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ આનંદનગરની નજીક ગુલાબનગરમાં રહેતા જીતેશભાઇ જસમતભાઈ વિકાણી (ઉ.વ.૨૬)એ કેશુભાઈ નટુભાઈ વિકાણી,સાગર કેશુભાઈ,રાજુ કેશુભાઈ (રહે. બધાં લીલાપર રોડ જય ભારત કારખાના નજીક મોરબી) મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત ૯ ના રોજ ફરીયાદીનેં લીલાપર રોડ ઉપર ભંગારનો ડેલો હોય તે જગ્યાએ ફરીયાદીનાં ભાઇઓ તથા તેના બાપુ હાજર હોય ત્યારે આરોપી કેશુભાઈ,સાગર અને રાજુ ફરીયાદીના ભંગારના ડેલા પાસે જઈને કહેવા લાગેલ કે તારો ભાઈ કેમ મારી છોકરી ભાગી ગઈ છે તેમ સંભળાવે છે તેમ કહી આરોપી કેશુભાઈએ ફરીયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી ઉશ્કેરાઈ જઈ તેનાં હાથમાં રહેલ પાડવાનો હાથો ફરીયાદી નેં જમણા હાથમાં મારી ફેક્ચર કરી તેમજ માથાના ભાગે ઈજા પહોંચાડી સાહેદ તથા ફરીયાદીનાં પીતાને આરોપી સાગર અને રાજુએ ઢીકાપાટુનો મુંઢમાર મારી જતાં જતાં આજે તું બચી ગયો હવે ભેગો થતો નહી નહીતર જાનથી મારી નાંખવાની ધમકી આપી ગયાં હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
સામા પક્ષે લીલાપર રોડ પર આવેલ જય ભારત કારખાના નજીક રહેતા કેશુભાઈ નટુભાઈ વિકાણી (ઉ.વ.૪૮)એ જસમતભાઈ નટુભાઈ વિકાણી, જયેશ જસમતભાઈ, જીતેશ જસમતભાઈ,જેમલ જસમતભાઈ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૯ના રોજ ફરીયાદીની દીકરી આશરે છએક મહિના પહેલા કોઈ સાથે ભાગી ગયેલ હોય જેથી આરોપી જયેશ જસમતભાઈ ફરીયાદીને અવાર-નવાર મહેણાંટોણાં મારતાં હોય અને કહેતાં હોય કે તારી દીકરી ગઈ તેમ કહેતા તેમ કહેતા ફરીયાદીએ તેમ બોલવાની ના પાડતાં આરોપી જયેશનેં સારૂ ન લાગતાં ફરીયાદી નેં જેમફાવે તેમ ગાળો આપી થોડીવાર પછી આરોપી જસમતભાઈ,જીતેશ તથા જેમલ આવી ફરીયાદીને આરોપી જસમતભાઈનાં હાથમાં રહેલ લાકડાનો ધોકો ફરીયાદીને જમણા હાથમાં મારતાં પંજાના ભાગે ઈજા કરેલ અને ફરીયાદીના બંને દીકરા તથા સાહેદને મુંઢ ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.
આ બનાવ અંગે બંને પક્ષોની ફરીયાદનાં આધારે પોલીસે હથીયાર બંધી જાહેરનામાં ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે