ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત મોરબીના આંબેડકર ઉપનગર ની રોહીદાસ વસ્તીમાં શિક્ષણ કેન્દ્રનો શુભારંભ.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ અંતર્ગત મોરબી દ્વારા આંબેડકર ઉપનગર ની રોહિદાસ વસ્તી મા દિનાંક :- ૦૨/૦૨/૨૦૨૩ ગુરુવાર સેવાદીન ના શુભ દિવસે શિક્ષણ કેન્દ્ર નો શુભારંભ કરવા મા આવ્યો છે. આ કાર્યક્રમમાં શ્રી લલિતભાઈ ભાલોડિયા (મા.સંઘચાલકજી મોરબી જિલ્લા) શ્રી રણછોડભાઈ કુંડારિયા ( સેવા પ્રમુખ મોરબી જિલ્લા) તેમજ તે વિસ્તારના ભાઈઓ,બહેનો અને બાળકો સારી સંખ્યામાં હાજર રહ્યા હતા.

આ શીક્ષણ કેન્દ્ર દ્વારા બાળકોમા રાષ્ટ્રભાવના નિર્માણ થાય તેવા હેતુ થી શિક્ષણ કેન્દ્ર ચલાવવા મા આવે છે, જેમાં દેશ ભક્તિ ગીત,રમતો, ચારિત્ર નિર્માણ ની બાળવાર્તાઓ ,સર્જનાત્મક કૃતિઓ જેવી અનેક પ્રવૃત્તિઓ કરાવવા માં આવે છે જેના દ્વારા બાળકો મા રાષ્ટ્રભાવના નું સિંચન થાય.