મોરબી: લીલાપર ચોકડી નજીક તીર્થક પેપર મીલના કારખાનાના સેડમાં ટ્રેક્ટર લોડરના બકેટમા આવી જતાં યુવકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પીતાએ ટ્રેક્ટર લોડરના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમાં લીલાપર ચોકડી નજીક વરીયા નળીયા કારખાનાની ઓરડીમાં રહેતા મનસુખભાઇ ઉર્ફે કાળુભાઇ લખમણભાઇ બાબરીયા (ઉ.વ.૪૭) એ ટ્રેક્ટર લોડરના નં-GJ-15-BB-5191નો ચાલક પ્રમોદભાઇ પાસવાન (રહે.બીહાર) વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગઈ કાલના રોજ રાત્રીના બે વાગ્યાના અરસામાં ફરીયાદીનો દીકરો અજય (ઉ.વ.૧૯) વાળો તીર્થક પેપર મીલના કારખાનામાં વેસ્ટ પેપર નાખતો હતો ત્યારે ટ્રેક્ટર લોડર નં- GJ-15-BB-5191 વાળાના ચાલકે પોતાનાં હવાલાવાળુ લોડર આગળ પાછળ જોયાં વગર બેદરકારીથી ચલાવી ફરીયાદીનાં દીકરા અજયને લોડરના બકેટમા હડફેટે લેતાં માથામાં ગંભીર ઈજા પહોંચતાં મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકના પીતાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લોડર ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.