હળવદ તાલુકાના ટીકર ગામની સીમમાં રણ વિસ્તારમાં મીઠાના અગરમા ખોદકામ કરતા હોય ત્યારે ગેસ ઉત્પન્ન થતા શ્વાસમાં તકલીફ થતા એક યુવકનું મોત નિપજ્યું હતું જ્યારે બે યુવકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.ત્યારે ટીનાભાઇ અમરશીભાઇ રાણેવાડીયા ઉ.વ.-૩૦ રહે સુંદરગઢ તા-હળવદવાળ તથા ભરતભાઇ ચતુરભાઇ રાણેવાડીયા ઉ.વ.૨૫ રહે ટીકર અને સાગરભાઇ અમરશીભાઇ રાણેવાડીયા ઉ.વ.૨૫ રહે સુંદરગઢ તા-હળવદવાળા એમ ત્રણેય ટીકર ગામની સીમમાં રણ વિસ્તારમાં મીઠાનાં અગરમાં ખોદકામ કરતાં ત્યારે જમીનમાંથી ગેસ ઉત્પન થતાં શ્વાસમાં તકલીફ થતાં હળવદ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં આવતા ટીનાભાઇ અમરશીભાઇ રાણેવાડીયા નામના યુવકનું મોત નિપજ્યું હતું. તેમજ સાથેના ભરતભાઇ અને સાગરભાઇ બંનેને પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર અથૅ રીફર કરેલ છે. આ બનાવ અંગે જાણ થતા હળવદ પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી છે.