ટંકારામાં સગીરા અપહરણ કરીને ભગાડી જવાનો ગુનાના આરોપીને સીપીઆઈ વાંકાનેર ટીમે મોરબી નજીકના પ્રેમજીનગરથથી ઝડપી લીધો છે.
રાજ્યમાં અપહરણના ગુન્હા શોધી કાઢવા ડ્રાઈવ રાખેલ હોય જે અન્વયે જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી સીપીઆઈ આઈ.એમ.કોઢિયા ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ટંકારા પોલીસ મથકમાં સગીરા અપહરણનો ગુન્હો નોંધાયો હોય જે કેસની તપાસ ચલાવતા આરોપી રાજુ મનસુખ ઉર્ફે મગન દેગામાં (રહે જુના ખારચિયા તા.મોરબી) વાળો મોરબી તાલુકાના પ્રેમજીનગર ગામે હોવાની બાતમીને આધારે ટીમે સ્થળ પર તપાસ કરતા આરોપી મળી આવ્યો હોય આરોપી અને ભોગ બનનારને શોધી કાઢી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.