ટંકારામાં પૈસાની લેતી-દેતી મામલે મીતાણા યુવાનને બાઇકમાં બેસાડીને સીમમાં લઇ જઇને છરી બતાવી મીતાણા ગામે જ રહેતા ઇસમે માર માર્યો હોવાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ ટંકારાના મીતાણા ગામે રહેતા કૈલાશભાઇ સવજીભાઈ ભાગીયા (ઉ.વ.31)એ આરોપી જયદિપભાઈ બાબુભાઇ બસીયા (રહે.મીતાણા પ્રભુનગર) વિરૂધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે, કૈલાશભાઇએ આરોપી જયદિપ પાસેથી રૂ.1,50,000 લીધેલ હોય જે પૈસા પાછા આપી દીધા હોવા છતાં આરોપી જયદિપ ફરિયાદી પાસે પૈસાની માંગણી કરી ફરિયાદી શૈલેષને મોટર સાયકલ પર બેસાડી સાવડી ગામની સીમમાં લઇ જઇ છરી બતાવી તેમજ બાવળના ધોકાથી બન્ને હાથમાં તથા પગમાં અને શરીરે મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદ પરથી આરોપી વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.