ટંકારા: ટંકારા તાલુકાના છતર ગામે યુવકે ગળાફાંસો લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ મથકે નોંધ કરાઇ.
મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના છતર ગામે રહેતા ૨૬ વર્ષીય સાયરભાઈ ગીરધરભાઇ પરમારે ગઈ કાલના રોજ સવા બાર પહેલા કોઈ પણ સમયે છતર ગામની સીમમાં મીતાણા જતાં રસ્તે બાવળના ઝાડ સાથે ચુંદડી (કાપડના ટુકડા) વડે ગળાફાંસો ખાઇ લેતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી.
