Thursday, April 24, 2025

ટંકારાના હડમતિયા અને લજાઈ આરોગ્ય સેન્ટરમાં ન્યુમોકોકલ વેક્સિનેશનનો આરંભ

Advertisement
Advertisement
Advertisement

ટંકારા તાલુકાના હડમતિયા અને લજાઈ આરોગ્ય સેન્ટરમાં ઓપનિંગ કરતાં સામાજિક કાર્યકરો ગૌતમભાઈ વામજા અને રમેશભાઈ ખાખરીયા

ટંકારા તાલુકાના લજાઈ પીએચસી સેન્ટર અને હડમતિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર આજે તા. 20/10/2021 બુધવારના રોજ મમતા દિવસ નિમિત્તે “ન્યુમોકોકલ કોજુગેટ” નામની બાળકોની વેક્સિનનુ ઓપનિંગ કરવામાં આવ્યું હતું. આ રસી નાના ફુલ જેવા કુમળી વયના બાળકોને ન્યુમોનિયા તેમજ મગજના તાવથી બચાવતી વેક્સિન છે જે બાળકોને પ્રથમ ડોઝ ૬ અઠવાડીયા બીજો ડોઝ ૧૪ અઠવાડીયા બાદ તેમજ ત્રીજો બુસ્ટરડોઝ ૯ મહિના બાદ આપવામાં આવશે આમ સંપુર્ણ રસીકરણ આપના બાળકને ગંભીર બિમારીથી બચાવશે. આ ડોઝ ટી.બી.,પોલિયો,ડિપ્થેરીયા, હેપેટાઈટીસ-B, પટર્યૂસિસ, ટેટનેસ, હિબ ન્યુમોનિયા અને મેનિન્જાઈટિસ, મિઝલ્સ રૂબેલા, ટોટા વાયરસ (ઝાડા) જેવી અનેક ગંભીર બિમારીથી આપના બાળકને સ્વસ્થ રાખશે. બજારમાં મળતી આ વેક્સિન આશરે ૨૨૦૦/રૂપિયા જેવો ખર્ચ થાય છે જે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા વિના મુલ્યે હેલ્થ સેન્ટરો પર મળશે

આ વેક્સિન નો પ્રારંભ ટંકારાના લજાઈના સામુહિક આરોગ્ય પીએચસી સેન્ટર તેમજ હડમતિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પર મમતા દિવસ નિમિત્તે ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજા અને હડમતિયા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ના આરોગ્ય સંજીવની સમિતિ સદસ્ય અને સામાજિક કાર્યકર રમેશભાઇ ખાખરીયા દ્વારા રસીકરણ નું ઓપનિંગ કરવામા આવ્યું હતું. આ પ્રસંગે લજાઈ ખાતે આરોગ્યકર્મી FHW પિનલબેન સંઘાણી, MPHW મિતુલભાઈ દેસાઈ તેમજ હડમતિયા FHW ભાવનાબેન જોગીયા, MPHW ઈસ્માઈલભાઈ કડીવાર, CHO તજમીનબેન ગઢવાળા તેમજ આશાવર્કરો મોરબી જીલ્લા પંચાયતના અધિકારીઓની અને આરોગ્ય ચેરમેન હિરાલાલ ટમારીયાની સુચનાથી હાજર રહ્યાં હતાં.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW