Friday, April 18, 2025

ટંકારાના સજ્જનપર ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

Advertisement
Advertisement
Advertisement

ટંકારાના સજ્જનપર ગામે રહેણાંક મકાનમાંથી જુગાર રમતા આઠ ઈસમો ઝડપાયા

ટંકારા: ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રાજેશભાઈ ભગવાનભાઈ શિણોજીયાના મકાનમાં જુગાર રમતા આઠ ઈસમોને ટંકારા પોલીસે ઝડપી પાડયા હતા.

મળતી માહિતી મુજબ ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા ટંકારા તાલુકાના સજ્જનપર ગામે રાજેશભાઈ ભગવાનભાઈ શિણોજીયાના મકાનમાં તીનપત્તીનો જુગાર રમતા આઠ ઇસમો રાજેશભાઈ ભગવાનભાઈ શિણોજીયા ઉ.વ.૪૫ રહે.ગામ સજ્જનપર તા.ટંકારા, મનોજભાઈ જેરામભાઈ વિરમગામા ઉ.વ.૩૭ રહે- ગામ નેસડા સુરજી તા.ટંકારા જી મોરબી, મહેન્દ્રભાઈ વેલજીભાઈ શિણોજીયા ઉ.વ.૩૬, રહે. ૨૦૩, સંકલ્પ પ્લસ એપાર્ટમેન્ટ, જ્યોતિ પાર્ક, રવાપર રોડ, મોરબી શહેર, નરેન્દ્રભાઈ હસમુખભાઈ જીવાણી ઉ.વ. ૩૦, રહે. શેરી નં ૩, વૈભવ લક્ષ્મી, ઉમિયા સોસાયટી, રવાપર રોડ, મોરબી શહેર, જયંતિભાઈ વશરામભાઈ બરાસરા ઉ.વ.૫૨, રહે. ગામ સજ્જનપર તા. ટંકારા, મહેન્દ્રભાઈ હરજીભાઈ રંગપરીયા ઉ.વ. ૪૨, રહે. ગામ ધૂનડા તા. ટંકારા, સલીમભાઈ સદરૂદ્દીનભાઈ બખતરીયા ઉ.વ. ૫૨, રહે. ગામ ધૂનડા તા. ટંકારા, જયંતીભાઈ ત્રિકમજીભાઈ રંગપરીયા ઉ.વ.૪૫ રહે.૩૦૩,બી એપાર્ટમેન્ટ, શક્તિ ટાઉનશીપ,રવાપર રોડ, મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૩,૮૯,૦૦૦ નાં મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,051

TRENDING NOW