મોરબી-રાજકોટ હાઈવે પર અવાર નવાર અકસ્માતોની ઘટનાઓ ઘટતી હોય છે. ત્યારે ટંકારાના વિરપર નજીક ટ્રેક્ટરને ટાટા ચાલકે ઠોકર મારતાં ટ્રેક્ટર ચાલકે ઈજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે ટાટા ચાલક વિરૂધ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી-રાજકોટ હાઈવે પર વિરપર પાધરમાં નાળા પાસે જેપુર ગામે રહેતા ભરતભાઈ નરભેરામભાઈ દલસાણીયા ગત તા.14-04 ના રોજ ટ્રેક્ટર નં.GJ03-L-305 લઈને જતાં હતા. તે દરમ્યાન ટાટા 709 રજી નં.GJ03-BV-5160 ના ચાલકે પુરઝડપે આવીને ટ્રેક્ટરની સાઈડ કાપી સાઇડમાંથી ઠોકર મારી હતી. જેથી ટ્રેક્ટર પલ્ટી ખાઇ ગ્યું હતું. ટ્રેક્ટરના મોટા વ્હીલ નીચે ભરતભાઇ દલસાણીયાનો પગ આવી જતાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે સમાધાનની વાત ચાલુ હોય સમાધાન ન થતાં ભરતભાઇએ ટંકારા પોલીસ સ્ટેશનમાં ટાટા ચાલક વિરૂધ ફરિયાદ નોંધાવી છે.