(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા: નેસડા(ખા) ગામને નંદનવન અને હરિયાળું બનાવવા માટે સદભાવના ટ્રસ્ટ સાથે સહયોગ કરી 1500 થી વધુ વૃક્ષોનું અભિયાન સમસ્ત ગામ લોકોએ પરિવાર સાથે એક-એક વૃક્ષનું મંત્રોચ્ચાર અને શ્લોકગાન સાથે બ્રાહ્મણની હાજરીમાં વૃક્ષોનું રોપણ કરી ઉજવણી કરી હતી. પરિવારોની હાજરીથી વૃક્ષોમાં ગામની એકતાના દર્શન કરાવ્યા હતા. વૃક્ષારોપણથી ગામના મુખ્ય રસ્તાઓ વૃક્ષોમય થઈ ગયા અને ગામમાં ઓક્સિજન પાર્ક સમાન મોહન, કેશવ, રાઘવ અને માધવ ચાર વાટીકાઓ બની છે.
આ અભિયાનમાં ગામનાં ઘેર ઘેર દરેક પરિવારે સહયોગ અને યોગદાન આપેલ છે. અભિયાનમાં મહાદેવભાઈ ભાડજાએ સૌથી વધુ યોગદાન આપેલ હતું. આ ઉપરાંત જસમતભાઈ ભાડજા , હરેશભાઈ ભાડજા, નિલેશભાઈ ભાડજા , સ્વ. ક્રિષ્નાબેન કોરડીયા અને વિનોદભાઈ ભાડજાના પરિવાર તરફથી મળેલ યોગદાન વડે આજે ગામમાં દરેક રોડ પર અને ગામની મુખ્ય જગ્યાઓમાં 1500 થી વધુ વૃક્ષો વૃક્ષારોપણ કરી ગામને નંદનવન અને હરિયાળું બનાવ્યુ હતું.
આ અભિયાનમાં ગામના સરપંચ દિનેશભાઈ ગડારા, નંદલાલભાઈ ભાડજા, ડૉ.નિલેશભાઈ ભાડજા, ધનજીભાઈ ગઢિયા, અંબારામભાઈ ભાડજા, મનસુખભાઇ ભાડજા, વિજયભાઈ ભાડજા અને નેસડા (ખા) ગૌ શાળા ટીમના સભ્યો તથા ગામલોકોના સહયોગથી આ અભિયાન પૂર્ણ થયું હતું.
