ટંકારાના ગજડી ગામે વાડાની જમીન ઉપર અનધિકૃત રીતે ૬ દુકાનો ખડકી લેનાર શખ્સ વિરુદ્ધ ટંકારા મામલતદારે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ટંકારા મામલતદાર કચેરીના કર્મચારી નરેન્દ્ર પુંજાભાઇ શુકલએ આરોપી વાસીયાંગભાઇ પુનાભાઇ ડાંગર (રહે.ગજડી, તા. ટંકારા) વિરૂદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપીએ ગજડી ગામની વાડા રજીસ્ટર નંબર ૩૫ વાળી જમીન જેનું ક્ષેત્રફળ ૫૦×૭૦ ચો.વાર તેમજ વાડા રજી.નંબર ૩૯ જેનું ક્ષેત્રફળ ૭૦×૫૦ ચો.વારની જમીનમાં ૪૦×૧૪ ચો.ફુટમાં ૪ દુકાનો તથા ૩૦×૧૦ ફુટમાં ૨ દુકાનો મળી કુલ ૬ દુકાનો જે કુલ ૮૬૦ ફુટ જમીનમાં બાંધકામ કરી બાકીની જમીન ફરતે વરંડોવાળી લઇ અનઅધિકૃત રીતે કબ્જો કરી આજ દિન સુધી કબ્જો ચાલુ રાખતા હોવાથી ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) વિધેયક 2020ની કલમ મુજબ ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.