ટંકારા: રાજયમાં ગેરકાયદેસર બાયોડીઝલ વેચાણ સંગ્રહ અને હેરાફેરની પ્રવૃતિ નાબુદ કરવા કરેલ આદેશાનુસાર નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જ, રાજકોટ સંદિપસિંહના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સુચના અને ડીવાયએસપી રાધીકા ભારાઇ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર એચ.એન.રાઠોડના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસ પેટ્રોલીંગમાં હતી.
તે દરમ્યાન ઓટાળા ગામની સીમ જી.આર.જી.ઇન્ફ્રાટ્રક્ચર પ્રા.લી કારખાના પાછળના ભાગે બાયોડિઝલનો જથ્થો હોવાની બાતમીના આધારે ટંકારા પોલીસે રેઇડ કરી ટેન્કર ટ્રક તથા ઇસુઝી કંપની ટૅન્કર વાળી ગાડી તથા જમીનમા દાટેલ ત્રણ લોખંડના ટાંકામા બાયોડીઝલનો ભરેલ જથ્થો કુલ લીટર ૬૦૨૦૦ (કિં.રૂ. ૪૫,૧૫૦૦૦) સાથે ટ્રક ટેન્કરમાંથી ફ્યુલ પંપ દ્વારા ટ્રેલર ટ્રક માબાયોડીઝલ નુ ગેરકાયદેસર વેચાણ કરતા તથા ખરીદ કરતા આરોપી અરવિંદ ભીમજી રાજકોટીયા (રહે.લક્ષ્મીનારાયણ સોસાયટી ટંકારા), હસમુખ લવજી ગોધાણી (રહે.નેસડા (સું) તા.ટંકારા), જાલમસિંહ રામસિંહ રાઠોડ (રહે.ગોટનગામ તા.મેડતા), સરદરનાથ શીંભુનાથ (રહે.લુણીયાસ તા.મેડતા) ને રોકડા રૂ.૩૧૦૦૦ તથા તથા ટેન્કર-૦૧, ટ્રેઇલર-૦૨, ઇસુઝી કંપનીની ગાડી ૦૧ ફયુલપંપ૦૨, ઇલેકટ્રીક મોટર,-૦૨ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. ઇસમો વિરૂધ્ધ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામા આવેલ છે.
આ કામગીરીમાં પો.સબ.ઇન્સ.બી.ડી.પરમાર તથા એ.એસ.આઈ.કિશોરદાન ગઢવી, પોલીસ હેડ કોન્સટેબલ નગીનદાસ નીમાવત, પો.હેડ.કોન્સ ઇમ્તીયાઝભાઈ જામ, પો.કોન્સ-ખાલીદખાન રફીકખાન, પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા, પો.કોન્સ સિધ્ધરાજસિહ ઝાલા, પો.કોન્સ વિજયભાઈ ચાવડા, પો.કોન્સ મહેશદાન ગઢવીએ રીતેના પોલીસ સ્ટાફે સફળ કામગીરી કરેલ હતી.
