(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારાના અમરાપર ગામમાં છેલ્લા 24 કલાકમાં બિમારીના લીધે ચાર લોકોના મૃત્યુ થયા છે. હાલમાં કોરોનાની પરિસ્થિતિને કારણે ગામમાં સંક્રમણનું જોખમ વધી ગયું છે. આથી, આરોગ્યની ટીમ દ્વારા તાકીદે પગલા લેવામાં આવે તેમજ પ્રાઇમરી હેલ્થ સેન્ટરની ટીમ ગામની રૂબરૂ મુલાકાત લે, તેવી માંગ અમરાપર ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજુઆત કરવામાં આવી છે.