(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા તાલુકા પંચાયત સ્વભંડોળમાંથી આગોતરું હોકળાની સફાઈ માટે નિરીક્ષણ કરતા ટીડીઓ સાહેબ ફોરેસ્ટ અધિકારી કુંડારીયા સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભુભાઈ કામરીયા તાલુકા પંચાયત અધ્યક્ષા અરવિંદભાઈ દુબરીયા અને અને તાલુકા પંચાયત સદસ્ય ભાવિન સેજપાલ નિરીક્ષણ કર્યું હતું.
વરસાદ પહેલાં હોકળામાં પાણી ભરાઈ છે. તેનો નિકાલ તાત્કાલિક લેવા માટે કમર કસી છે. દરવર્ષે તમામ સરકારી કચેરી અને ઝૂપડપટ્ટીમાં રહેતા લોકોની બહુ હાલાકી ભોગવવી પડે છે. તેથી અગાઉ આ હોકળાની સફાઈ માટે આ બધા આગેવાનો અગાઉથી મહેનત કરી રહ્યા છે. જેથી ઝૂંપડપટ્ટીના રહેતા લોકો અને સરકારી કચેરીની આ મુશ્કેલીનો સામનો નો કરવો પડે સાથે જબલપુર રોડથી ખીજડીયા રોડ સુધી હોકળાને સાફ કરવા માટે તેમજ ઉંડુ ઉતારવા માટે સફાઈ કરી અને જંગલ કટિંગ કરી તમામ આગેવાનો જહેમત ઉઠાવી રહ્યા છે.
સર્કિટ હાઉસ તાલુકા પંચાયત કચેરી પુરવઠા ગોડાઉન ફોરેસ્ટ ઓફિસ હોમગાર્ડ ઓફિસ વગેરે કચેરીઓમાં તેમજ સોસાયટી વિસ્તારમાં તેમજ ઝૂંપડપટ્ટીમાં રહેતાં આ લોકો માટે પાણી ભરાઈ જાય છે વરસાદના સમયે પાણી ભરાતા આગેવાનો દ્વારા આગોતરૂ આયોજન કરવામાં આવેલ છે જંગલ કટિંગ કરી હોકળા ઉંડુ ઉતારવા માટે કામગીરી હાથ ધરાઇ છે.
