ટંકારા જન્માષ્ટમી મહોત્સવની વિશાળ શોભાયાત્રા નીકળશે રાત્રે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે કાન જન્મ
અવતરણ દિવસને આવકારવા લોકોમાં અનેરો ઉત્સાહ શહેર કાનધેલુ બન્યું
મચ્છુ માં મિત્ર મંડળ તથા સમસ્ત હિન્દુ સમાજ ટંકારા દ્વારા શહેરના રાજમાર્ગો પર નંદ ધેર આનંદ ભયોના ગગનભેદી નારા સાથે આગામી તારીખ 26 ઓગસ્ટે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે ભગવાનશ્રી કૃષ્ણના પ્રાગટય દિનને વધાવવા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહો છે શહેરના રાજમાર્ગો શુશોભન કરાયા છે તથા યુવાચોક અને દેરીનાકા ખાતે આકર્ષક પ્લોટ માટે યુવાનો દ્વારા જહેમત ઉઠાવી રહા છે.
જન્માષ્ટમી ને સવારે શહેરના દેરીનાકા ખાતે સવારે 9 વાગ્યે શોભાયાત્રા નીકળી શહેરના રાજમાર્ગો ઉપર ફરી બપોર ટાકણે દેરીનાકા ખાતે પુર્ણ થશે. આ ઉત્સવમાં સમસ્ત હિન્દુ ધર્મ પ્રેમી જનતા સહ કુટુંબ જોડાવવા યાદીમાં જણાવાયું છે તદ્ઉપરાંત ટંકારા જગ વિખ્યાત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરે રાત્રે 12 ના ટકોરે નટખટ કાનનો અવતરણ દિવસ મહા આરતી પલના દર્શન બધાઈ કિર્તન યોજાશે.