Thursday, April 24, 2025

ટંકારા કન્યા શાળામાં જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી અંતર્ગત જ્ઞાનકુંજ પ્રોજેક્ટના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ધવલ ત્રિવેદી ટંકારા)

ટંકારા: સરકારના સૌના સાથ સૌના વિકાસ કાર્યક્રમ અંતર્ગત જ્ઞાનશક્તિ દિવસની ઉજવણીના ભાગરૂપે ટંકારા કન્યા શાળામાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ ટંકારા તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન પ્રભુભાઈ કામરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. સવારમાં મહેમાનનું આગમન થતાં જ કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.
       

છતર પ્રા.શાળાના મુખ્ય શિક્ષક દ્વારા પધારેલ માનવંતા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યાર બાદ મંચસ્થ મહાનુભાવો પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા, પ્રમુખ, તાલુકા પંચાયત ટંકારા તથા  ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, માજી સરપંચ, ટંકારા ગ્રામ પંચાયત તથા SMC ના પ્રમુખશ્રી હર્ષિદાબેન અજયભાઇ પટેલ, ટંકારા તાલુકાના બી.આર.સી.કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર,  હિંમતભાઇ ભાગીયા, CRC  કો. ટંકારા, શાળાના આચાર્ય ભાગીયા ચેતન કે, ટંકારા કુમાર તાલુકા શાળાના આચાર્ય પરેશભાઇ દુબરીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

ત્યારબાદ મહાનુભાવો પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા, પ્રમુખ, તાલુકા પંચાયત ટંકારાનું પુષ્પગુચ્છથી શાળાના મ.શિ., જશુબેન એસ. વિસોડીયા દ્વારા તથા ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી, માજી સરપંચ, ટંકારા ગ્રામ પંચાયતનું CRC કો.ટંકારા હિંમતલાલ ભાગીયા દ્વારા તેમજ કલ્પેશભાઈ ફેફરનું પરેશભાઈ દુબરીયા દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.

ટંકારા તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડિનેટર કલ્પેશભાઈ ફેફર દ્વારા જ્ઞાનશક્તિ દિવસની ઉજવણી તેમજ રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગ દ્વારા આજના દિવસે સમગ્ર રાજ્યમાં થઈ રહેલા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમો વિશે જણાવીને પોતાનું પ્રવચન આપ્યું હતું.
ત્યારબાદ આમંત્રિત મહેમાન ધર્મેન્દ્રભાઇ ત્રિવેદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, સરકાર તરફથી સરકારી શાળાને અતિ ઉતમ બનાવવાની કામગીરી થઇ રહી છે. સરકારી શાળા પણ ડિઝીટલ બની રહી છે. ડિઝીટલ માધ્યમના ભાગ સ્વરૂપે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ બાળકોને ખુબ જ પસંદ પડે છે.

ત્યાર બાદ મુખ્ય મહેનાન પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે બાળકો ખૂબ જ ચંચળ હોય છે. તેમને હાલના ડિઝીટલ માધ્યમો વધારે પસંદગી પાત્ર હોય છે. તો સરકારના સૌના સાથ સૌના વિકાસ કાર્યક્રમ અંતર્ગત ઘણી બધી શાળાઓને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ આપેલા છે. આ જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા બાળકો વધુ સારી રીતે અને રસપુર્વક અભ્યાસ કરી શકે છે.
                   

ત્યારબાદ મહાત્મા મંદિર ખાતેના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ બાયસેગ દ્વારા નિહાળવાનું હોય મહાનુભાવો તથા ગ્રામજનો, શાળાના ઉપસ્થિત બાળકો અને શાળાના શિક્ષકએ બાયસેગ પ્રસારણ નિહાળવા માટે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ રૂમમાં જ લ્હાવો લીધો હતો. ટંકારા કન્યા શાળા ખાતે ઉપસ્થિત મહાનુભાવો પુષ્પાબેન પ્રભુભાઇ કામરીયા,  ધર્મેન્દ્રભાઇ ત્રિવેદી તથા મંચસ્થ મહાનુભાવો દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય ભાગ્યા ચેતન કે. દ્વારા આભારવિધી કરવામાં આવી. છેલ્લે સૌ રાષ્ટ્રગાન સાથે છુટા પડ્યા અને આજના કાર્યક્રમની સમાપ્તિની ઘોષણા કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,265

TRENDING NOW