(અહેવાલ: ઘવલ ત્રિવેદી ટંકારા)
ટંકારા: હાલ કોરોના કહેરથી મચેલા અફડાતફડીના માહોલથી ટંંકારા તાલુકામા લોકોમા ગભરાટની લાગણી ફેલાયી હોય પંથકમા માંદગી પ્રમાણ વધુ હોવાથી સમાજ સેવા માટે ટંંકારા બ્રહ્મસમાજ દ્વારા સરકારના કોરોના મુક્ત ભારત અભિયાનને વેગ આપવા કોરોના પ્રતિકારક વેક્સિન રસી કેમ્પ યોજવા આયોજન ઘડાઈ રહ્યુ છે. આ કેમ્પને વેક્સિનોત્સવ નામ આપી આફતને અવસર બનાવી બ્રાહ્મણ તમામ સમાજની ચિંતા કરનાર હોવાથી આયોજન ઘડાઈ રહ્યાનુ પ્રમુખ હર્ષદ ત્રિવેદીએ જણાવ્યું હતું.
ટંંકારા સહિત સૌરાષ્ટ્રમા કોરોનાએ પંજો કસતા પ્રજામા ભયનુ લખલખુ પ્રસરી ગયુ છે. વર્તમાન કપરી સ્થિતિ સામે બ્રહ્મસમાજ-ટંંકારા એ સમાજસેવાના ઉદેશથી ભારત સરકારના કોરના મુક્ત ભારત અભિયાન અંતર્ગત કોરોના વિરોધી રસી મુકાવવા માટે સામુહિક રસીકરણ કેમ્પનુ આયોજન કર્યું છે. જેમા પંથકના તમામ બ્રહ્મ જ્ઞાતિજનો, હવેલીપંથી વૈશ્ર્ણવજનો ઉપરાંત તમામ ૪૫ વર્ષ ઉપરના લોકો માટે આગામી દિવસોમા કોરોના વિરોધી વેક્સિન સામુહિક કેમ્પનુ આયોજન કર્યું છે.
બ્રહ્મસમાજ સંસ્થાએ આફતને અવસર બનાવી વેક્સિનોત્સવનો લાભ લઈ શકશે. સ્વૈચ્છિક રસીકરણનો લાભ લેવા માટે આધારકાર્ડ સાથે બ્રહ્મસમાજના ઉપપ્રમુખ અને હવેલીના મુખ્યાજી રમેશભાઈ ત્રિવેદી પાસે નામ નોંધણી કરાવવા બ્રહ્મસમાજના પ્રમુખ હર્ષદભાઈ ત્રિવેદીએ અપીલ કરી છે. હાલ કોરોના સામે રક્ષારૂપી રસીકરણ જ શસ્ત્ર હોય લોકોએ જાતે જાગૃત થઈ સમાજસેવાના યજ્ઞમા જોડાવા અનુરોધ કર્યો છે. સામુહિક વેક્સિન કેમ્પ કાર્યક્રમ માટે ટુંક સમયમા તારીખ અને સ્થળ જાહેર કરાશે.