જોડિયા માં ઝાલેરા પરિવાર ના મઢ માં કુળદેવી શ્રી જવાલા માતાજી ની સાનિધ્યમાં નવરાત્રી ઉત્સવ__!
જોડિયા:- દેશ માં ૫૧ શકિત પીઠ માં પ્રથમ શકિત પીઠ તરીકે હિમાચલ પ્રદેશ ના કાંગડા જીલ્લા માં શ્રી જવાલા માતાજી .જવાલા સ્વરૂપ સ્થાન ધરાવે છે. જે ગુજરાત ના સમસ્ત ઝાલેરા પરિવાર ની કુળદેવી તરીકે જોડિયા ગામમાં મંઢ વિરાજી રહયા છે.ઝાલેરા પરિવાર માં મોમાઈ માતાજી ની સાથે કુળદેવી જવાલા માતાજી પહેલા તાલુકા ના બાંલભા ગામમાં વિરાજતા હતાં વરસો પહેલા ઝાલેરા પરિવાર ના ભવાન ભાઈ ઝાલેરા ની ત્યાં સંતાન ના અભાવે કુળદેવી ના આશીર્વાદ થી માતાજી નું જોડિયા ગામમાં ધાર્મિક રીતે મંઢ માં સ્થાપના કરીયા બાદ ભવાન ભાઈ ઝાલેરા પરિવાર માં બે સંતાનો નો લાભ મળેલ.છેલ્લા ૮૦ વર્ષ થી જોડિયા ના મંઢ માં કુળદેવી વિરાજી રહયા છે દર વર્ષે ઝાલેરા પરિવાર ના સભ્યો નવરાત્રી ની ઉજવણી માં ના સાંનિધ્યમાં ઉજવી રહયા છે. મંઢ ના ભુવા જગદીશભાઈ પી ઝાલેરા માહિતી આપતાં જણાવેલ ૨૦૨૨ માં. ઝાલેરા પરિવાર ના સભ્યોએ હિમાચલ પ્રદેશ ના કાંગડા જીલ્લા માં વિરાજતા શ્રી જવાલા માતાજી નું જયોતિ સ્વરૂપ જવાલા પુંજ ને નવ દિવસ ના યાત્રા કરીને જોડિયા ખાતે મઢ માં કુળદેવી સમક્ષ જયોતિ પ્રગટાવેલ જે તણ વર્ષ સુધી મઢ પ્રજવલિત રહી. પછી દવારકા ની ગોમતી માં વિસર્જન કરવામાં આવેલ.દર વર્ષે નવરાત્રી માં ગામની ગરબી મંડળ ને આમંત્રણ અપાય છે અને ગરબી ની બાળાઓ દ્વારા પ્રાચીન ગરબા માં જવાલા માતાજી સમક્ષ રજૂ કરે છે અહેવાલ – રમેશ ટાંક. જોડિયા