જોડિયા:- દર વર્ષે ચૌમાસા પેહલા તંત્ર દ્વારા પ્રિ:મોનસુન ની કામગીરી હાથ ધરવામાં આવે છે. આ બાબત શેહરો માં તંત્ર દ્વારા પહલ કરીને વરસાદી પાણી ની નિકાલ ની વ્યવસ્થા ઉપરાંત જર્જરીત મકાનો સાથે કાર્યવાહી જેવી કામગીરી માટે સક્રિયતા બતાવે છે જયારે ગામડાઓ માં પ્રિ: મોનસુન ની કામગીરી માટે સમગ્ર તંત્ર નિદ્રાધીન હોય છે ભલેને ગામડા ની પ્રજા ચૌમાસા દરમ્યાન અનેક મુસીબતો નો. સામનો કરવો પડે. કઈંક આવું વાતાવરણ જોડિયા ના લોકો દર ચૌમાસા દરમ્યાન ભોગવતાં રહયા છે. જોડિયા માં ૬૦ % ટકા જર્જરીત મકાનો ગામના દરેક શેરી વિસ્તારમાં મોત ના માચડો તરીકે ઉભાં છે. અને જોડિયા ના નિચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ની ભરાવવા ની સમસ્યા નો અંત પંચાયત તંત્ર દ્વારા લાવી સકી નથી તાજુબ ની વાત તો એ છે તંત્ર દ્વારા વરસાદી પાણી ના નામે લાખો રૂપિયા ની ગ્રાંટ વાપરયા પછી દર વર્ષે સમસ્યા ત્યાં ની ત્યાં _?
વિકાસ યોજના ના નામે પંચાયત ના શાસકોને આથિર્ક ફાયદો કરાવે છે. આ છે લોકતંત્ર માં મતો ની કિંમત. દર પાંચ વર્ષ ચુંટણી માં લોકો મતો ની કીંમત ચુકવા માટે મજબૂર છે ભ્રષ્ટ તંત્ર અને શાસકો ના પાપે ગુજરાત ના ગામડાઓ ની દુર્દશા જે વિકાસ ને બદલે વિનાશ તરફ ધકલી રહી છે. આ બાબત જોડિયા તાલુકા ના ગામડાઓ કરતાં તાલુકા મથક નુ જોડિયા ગામ ગુજરાત માં પ્રથમ સ્થાન ધરાવી રહયું છે. મંત્રી/ સંત્રી/ ગુજરાત ની સરકાર માટે શરમજનક કહેવાય. આ છે ગુજરાત માં ડબલ એન્જિન સરકાર.ભાજપા દેશમાં ગુજરાત મોડલ ની વાતો કરે છે પરંતુ ગુજરાત ના ગામડાઓ માં ગુજરાત મોડલ ફેલ સાબિત થઈ રહયું છે. અહેવાલ- રમેશ ટાંક જોડિયા.