જેલ ચોક થી લિલાપર ચોકડી સુધી નો રસ્તો કમર તોડી નાખે અને જીવલેણ સાબિત થાય છે તો એના માટે જવાબદાર કોણ??
હમણાં થોડા દિવસ પહેલા જ લિલાપર રોડ ઉપર એક બ્રિજ ધરાશાઈ થઈ ગયો હતો પરંતુ સદનસીબે કોઈ રાહદારી ને જાનહાનિ થઈ નહોતી . પરંતુ ક્યાં સુધી ત્યાં ની પ્રજા એ હાલાકી નો સામનો કરવો પડશે ? પ્રજા ને પડતી પારાવાર મુશ્કેલી ક્યા સુધી સહન કરવાની?
જો કોઈ પ્રેગનેટ બહેન ને ત્યાં થી હોસ્પિટલ લઈ જવામાં આવે તો રસ્તા માં જ ડિલિવરી થઈ જાય તેવો રસ્તો છે અને લોકો ને જો ત્યાંથી રોજ પસાર થવાનું રહેતું હોઈ તો થોડા દિવસો માં કમર નો દુખાવો પણ થઈ જાય એવી બિસ્માર હાલત માં રોડ રસ્તા છે. ત્યાં રહેતા અને ત્યાંથી પસાર થતા મોટા ભાગ ના લોકો ગરીબ અને પછાત વર્ગ ના છે એટલે એમના સાથે આવો ભેદભાવ થઈ રહ્યો છે કે શું એ પણ સત્તાધીશો પાસે થી હું જાણવા માંગુ છું…
જો કે આ વિસ્તાર ના મોટા ભાગ ના લોકો હંમેશા સતાધારી પક્ષ ની સાથે રહ્યા છે પરંતુ કમનસીબે તેમનું કોઈ સાંભળનારું ના હોઈ એવું લાગે છે. અને નિરાધાર ગૌ માતા ની અનેક ગૌ શાળા પણ આવેલી છે સમગ્ર પંથક માથી ગૌ માતા ને અહીંયા આધાર મળે છે પણ અહીંયા ના લોકો જાણે નિરાધાર હોઈ એવું લાગી રહ્યું છે..
જો આવનાર દિવસો માં આ સમસ્યા નું નિરાકરણ કરવામાં નહિ આવે રોડ રસ્તા બનાવવામાં નહિ આવે તો અમે બધા સાથે મળી ને વિરોધ પ્રદર્શન પણ કરશું અને ધારાસભ્ય ના કાર્યાલય નો ઘેરાવ કરશું………
~રવિરાજસિંહ જાડેજા
પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના મોરબી તાલુકા