જેતપુર નવાગઢ પાલિકામાં સ્વચ્છતા જાગૃતિ અંગે લેવાયા શપથ
– સ્ટ્રીટ ફૂડ લારીઓમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક ડ્રાઈવ ચલાવાઈ
આર.આર.આર. સેન્ટર ખાતે લોકોને અપાઈ કચરા વર્ગીકરણની ભારત સરકાર દ્વારા ‘સ્વચ્છતા હી સેવા -૨૦૨૪’ પખવાડિયા અંતર્ગત દેશમાં હાલ ‘સ્વચ્છતા’ અભિયાન ચાલી રહ્યું છે.જે અંતર્ગત નગર-ગામના વિવિધ સ્થળોની સફાઈ સાથે નાગરિકોમાં સ્વચ્છતાના સંસ્કાર વધુ દ્રઢ બનાવવા જાગૃતિ અભિયાન પણ ચાલી રહ્યા છે.
જેતપુર નવાગઢ નગરપાલિકા અને જે.સી.આઈ. દ્વારા વ્યાવહારિક પ્રસંગે આવેલા અતિથિઓને સ્વચ્છતા અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. ઉપરાંત નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ ફૂડની લારીઓમાં સિંગલ યૂઝ પ્લાસ્ટિક અંગે ડ્રાઈવ ચલાવવામાં આવી હતી.
ઉપરાંત લારીઓ આસપાસ સ્વચ્છતા જાળવવા માટે સૂચના આપવામાં આવી હતી.ઉપરાંત આર.આર.આર. સેન્ટર ખાતે લોકોને જાગૃત કરવા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી હતી અને કચરાને વર્ગીકૃત કરીને તેનો નિકાલ કરવાની સમજ આપવામાં આવી હતી.