જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળામાં મુદ્દા પરથી નિબંધ લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં કુલ ૪૫ બાળકોએ ભાગ લીધો હતો. શાળાનાં સમગ્ર સ્ટાફ ના શિક્ષકો તથા શાળા ના આચાર્યશ્રી એ ખૂબ મહેનત કરી આયોજનને સફળ બનાવેલ.
સુંદર નિબંધ લખનાર તમામ બાળકોને હિતમ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ડૉ. હાર્દિક રવિચંદ જેસ્વાણી, મહેશ્વરી હોસ્પિટલ, મોરબી તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ.