Friday, April 25, 2025

જુના દેવળીયા કુમાર પ્રા. શાળા નો વિદ્યાર્થી જવાહર નાવોદય પરિક્ષા મા ઉત્તીર્ણ.

Advertisement
Advertisement
Advertisement

જુના દેવળીયા કુમાર પ્રા. શાળા નો વિદ્યાર્થી જવાહર નાવોદય પરિક્ષા મા ઉત્તીર્ણ.
દર વર્ષે જવાહર નવોદય વિદ્યાલય દ્વારા ધોરણ ૬ માટેની પ્રવેશ પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. આ પરીક્ષા ધોરણ ૫ માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ આપી શકે છે. આ પરીક્ષા ઉત્તીર્ણ કરનારને કેન્દ્ર સરકાર તરફથી જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ ૬ થી ૧૨ સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ, પોષણયુક્ત ભોજન તેમજ હોસ્ટેલની સુવિધા તદ્દન ફ્રી હોય છે. આ વર્ષે જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષામાં જુના દેવળીયા ગામ ની સરકારી શાળા જુના દેવળીયા કુમાર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી દલસણિયા ધ્વનિત અનિલભાઈ ઉત્તીર્ણ થયો છે. જવાહર નવોદયની આ અતિ કઠિન મનાતી પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને પોતાના માતા-પિતા, ગામ અને પ્રાથમિક શાળાનું ગૌરવ વધાર્યું છે તે બદલ શાળા પરિવારે અભિનંદન પાઠવ્યા હતા.

Related Articles

Total Website visit

1,502,337

TRENDING NOW