Saturday, April 26, 2025

જુના ઘાંટીલા ઉમીયા પરિવાર સોસીયલ ગ્રુપ દ્વારા તા ૦૧ જાન્યુ. સ્નેહમિલન સમારોહ યોજાશે

Advertisement
Advertisement
Advertisement

જુના ઘાંટીલા ઉમીયા પરિવાર સોસીયલ ગ્રુપ દ્વારા તા ૦૧ જાન્યુ. સ્નેહમિલન સમારોહ યોજાશે

મોરબી: મોરબીના જૂના ઘાંટીલા ઉમીયા પરિવાર સોસીયલ ગ્રુપ દ્વારા ૨૧ મો સ્નેહમિલન સમારોહનું તા.૦૧-૦૧-૨૦૨૩ ને રવિવારના રોજ સાંજના ૪ :૦૦ કલાકે ઉજ્જવલ પાર્ટી પ્લોટ ઘુનડા રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આ કાર્યક્રમમાં જુના ઘાટીલાના તેજસ્વી તારલાઓને શિલ્ડ તેમજ પ્રમાણપત્ર દ્વારા સન્માન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાંતિલાલ અમૃતિયા (ધારા સભ્ય મોરબી-માળીયા વિધાનસભા), પરેશભાઇ પટેલ (અગ્રણીય બિલ્ડર – મોરબી), હેતલબેન ઉમેશભાઈ જાકાસણીયા (સરપંચ જુના ઘાંટીલા), મનસુખભાઈ સુવાગીયા (જળક્રાંતિ, ગોક્રાંતિ, પંચમવેદના રચચિતા), દ્વિપકુમાર સબાપરા ADME, IES CIsis I officer
ઉપસ્થિત રહશે. તેમજ મહેમાનોનું સ્વાગત દીપ પ્રગટાવી સ્વાગત ગીત ગયાને કરવામાં આવશે. તેજસ્વી તારલાઓનું સન્માન મનસુખભાઇ સુવાગીયા કરશે અને જળ-જમીન કૃષી અને ગૌરક્ષા ઉપર પ્રેરક પ્રવચન આપશે અને સૌને વ્યશન મુક્તિનો સંકલ્પ લેવડાવશે. તેમજ આ કાર્યક્રમમાં રાસ ગરબાની રમઝટ બોલાવવામાં આવશે.

મોરબીમાં વસતા જુના ઘાંટીલા કડવા પાટીદાર પરિવારોને આ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહેવા પ્રમુખ જે.પી. સબાપરા, ઉપપ્રમુખ શાંતિલાલ ગઢીયા, અને મંત્રી રાજેશભાઈ ડી. ઉભડીયા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related Articles

Total Website visit

1,502,440

TRENDING NOW