મોરબીના જાંબુડીયા ગામની સીમમાં ખાણની બાજુમાં ખાડામાં પાણીમાં નાવા ગયેલ હોય તે દરમ્યાન ડુબી જતા સગીરનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા ૧૩ વર્ષીય જતીન જેશીંગભાઈ ખરા જાંબુડીયા ગામની સીમમાં ખાણની બાજુમાં ખાડામાં પાણીમાં નાવા ગયેલ હોય તે દરમ્યાન ડુબી જતા સારવાર અર્થે મોરબી સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે અકસ્માતે મોત દાખલ કરી મોરબી તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.