મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગણેશભાઇ રામકુમાર યાદવ રહે, દાવપારા ચોક પાસે તા.જી.મુંગેરી રાજ્ય-છત્તીસગઢ વાળાઓએ આવી જાણ કરેલ કે તેઓના માતા મીનાબેન રામકુમાર યાદવ ઉ.વ.૫૫ રહે. દાવપારા ચોક પાસે તા.જી.મુંગેરી વાળા અસ્થિર મગજના તેમજ વયોવૃધ્ધ હોય જે છત્તીસગઢ રાજ્યના દાવપારા ચોકથી ટ્રેનમાં બેસી જતા રહેલ છે અને હાલે તે મોરબી જીલ્લામાં હોવાની માહીતી આપતા તપાસ કરતા વૃધ્ધા રંગપર ગામની સીમમાં સ્ટેનફોર્ડ સિરામીક કારખાનામાં હોવાની બાતમી મળતા સી ટીમ ત્યાં જઈ તપાસ કરતા વૃધ્ધ મહિલા કારખાનાના લેબર ક્વાટરમાંથી મળી આવેલ હોય જેઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવી તેમના પરીવાર સાથે સુખદ મીલન કરાવી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સી ટીમ દ્રારા માનવતાનું ઉતમ ઉદાહરણ પુરૂ પાડેલ છે.