મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચોમાસુ-૨૦૨૪ અન્વયે ભારે વરસાદ, પુર, વાવાઝોડાની પરિસ્થિતિમાં દુર્ઘટના/કુદરતી આપત્તિનો ભોગ બનેલ લોકો સુધી શક્ય તેટલી ઝડપથી મદદ પહોંચાડી શકાય અને તાલુકા કક્ષાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું સુચારુ સંચાલન થઈ શકે તેવા આશય સાથે જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા તાલુકા કક્ષાએ લાયઝન અધિકારીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે.જે અંતર્ગત મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાયઝન અધિકારી તરીકે મોરબી પ્રાંત અધિકારીશ્રી, ટંકારા તાલુકા વિસ્તાર માટે મોરબી નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, વાંકાનેર તાલુકા વિસ્તાર માટે વાંકાનેર પ્રાંત અધિકારીશ્રી, હળવદ તાલુકા વિસ્તાર માટે હળવદ પ્રાંત અધિકારીશ્રી તેમજ માળીયા(મીં) તાલુકા વિસ્તાર માટે જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની નિમણૂંક કરવામાં આવી છે.
