ચારણ ગઢવી સમાજનો “ગુજરાત ગોપાલક વિકાસ નિગમ”માં સમાવેશ કરવા માંગરોળના ધારાસભ્ય તથા વડોદરાના સાંસદ દ્વારા મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત.
આદિ અનાદી કાળ થી ચારણ ગઢવી સમાજ નેસ તેમજ પશુપાલન સાથે જોડાયેલ છે. ત્યારે ગુજરાત ગૌપાલક નિગમમાં ચારણ ગઢવી સમાજનો સમાવેશ કરવાની વર્ષોની માંગ ને પરિપૂર્ણ કરવા અંગે ગુજરાતના વડોદરાના સાંસદ સભ્ય ડૉ. હેમાંગ જોશી તથા માંગરોળ ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટીયા એ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલએ લેખિતમાં રજૂઆત કરી છે.
ત્યારે તેમને રજૂઆત કરતા જણાવ્યું હતું કે,જય ભારત સવિનય સાથ જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં તમામ વિસ્તારમાં પશુપાલન અને દૂધ ઉત્પાદન સાથે વર્ષોથી ચારણ ગઢવી જાતી રોજગારી સાથે સંકળાયેલ છે.આ જાતિના આગેવાનો મારી સમક્ષ અનેક વાર રજૂઆત કરવામાં આવે છે કે આ ચારણ ગઢવી જાતિને ગુજરાત ગોપાલક વિકાસ નિગમ માં સમાવેશ કરવામાં આવે અને આ જાતી ખરખર પશુપાલન સાથે સંકળાયેલ છે તો આપની કક્ષાએથી યોગ્ય કરી “ગુજરાત ગોપાલક વિકાસ નિગમ” માં સમાવેશ કરવા મારી ભલામણ સહ વિનંતી.